હળવદ પોલીસે સુંદરીભવાની નજીક દરોડો પડતા ૨૦૪ નંગ વિદેશી દારૂ ઝડપ્યો

હળવદ પોલીસને માથક રોડ પર આવેલ સુંદરીભવાની  ગામ નજીક વાડીમાં દારૂ છુપાવ્યો હોવાની ખાનગી બાતમી આધારે દરોડો પડતા ૨૦૪ નંગ વિદેશી દારૂની બોટલ કિમત રૂ.૬૧૦૦૦ અને મોટર સાઈકલ કિમત ૧૦૦૦૦ સહીત કુલ મુદામાલ ૭૧૦૦૦ કબજે કર્યો છે તેમજ પ્રતાપ રાજપૂત સુંદરીભવાની વાળનો હોવાનું જાણવા મળ્યું હતું.અને રેડ દરમિયાન આરોપી ફરાર થતા હળવદ પોલીસે તમામ મુદામાલ કબજે કરી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.