

મોરબીના પરસવ પદ્માવતી ટ્રસ્ટના હિતેશભાઈ ખોખાણીએ પોતાના ૩૨મા જન્મદિવસ ની અનોખી ઉજવણી કરી છે.જેમાં મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં યોગદાન આપી પોતાના વરદ હસ્તે નિરાધારોને ભોજન પીરસ્યું હતું.જલારામ મંદિર ખાતે દરરોજ ૩૦૦૦ જેટલા નિરાધારોને ને ભોજન કરાવવામાં આવે છે જજેમાં હિતેશભાઈએ સહયોગ આપતા જાંબુ,ઢોકળા,ચોરીનું શાક,દાળ-ભાત અને પૂરી સહિતનું ભોજન પીરસવામાં આવ્યું હતું.આ ભગીરથ કાર્યમાં હરીશભાઈ રાજા,ગીરીશ ઘેલાણી,રાજુ ગણાત્રા,નિર્મિત કક્કડ સહિતના સભ્યો હાજર રહ્યા હતા અને જન્મદિવસની શુભકામના પાઠવી હતી.