

મોરબીના મહેન્દ્રનગર હળવદ રોડ રામેશ્વર પાર્ક ખાતે રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું.
મળતી માહિતી મુજબ મહેન્દ્રનગર હળવદ રોડ રામેશ્વર પાર્ક સમૃદ્ધિ પેલેસમાં રહેતા જયદીપભાઈ ચંદુલાલ સંધાણી ઉ.વ. ૨૮ નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

