સિલ્વર પાર્કમાં છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ આધેડનું મોત

 

મોરબીના નવલખી ફાટક પાસે સિલ્વર પાર્કમાં રહેતા આધેડને છાતીમાં દુખાવો ઉપડતા એટેક જેવી અસર થઇ હતી જેથી સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં આધેડનું મોત થયું હતું

 

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સિલ્વર પાર્ક નવલખી ફાટક પાસે રહેતા નારણભાઈ અમુભાઈ ડાંગર (ઉ.વ.૫૦) નામના આધેડ પોતાના ઘરે હોય ત્યારે છાતીમાં દુખાવો થતા એટેક જેવી અસર થઇ હતી જેથી સારવાર માટે શહેરની આયુષ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે

 

 

Leave A Reply

Your email address will not be published.