મોરબીના પ્રેમજીનગર નજીક ટ્રકની ઠોકરે બાઈક ચાલક આધેડનું મોત

 

મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર ટ્રક ચાલકે પુરઝડપે પોતાનો ટ્રક ચલાવી બાઈકને હડફેટે લીધું હતું જે અકસ્માતમાં બાઈક ચાલક ૪૩ વર્ષીય આધેડને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

રાજકોટ ધરમનગર આર.એમ.સી ક્વાર્ટરમાં રહેતા કિશોરભાઈ વાઘજીભાઈ સોલંકીએ ટ્રક જીજે ૩૬ એક્સ ૫૦૦૬ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈ મુકેશભાઈ (ઉ.વ.૪૩) વાળા ગત તા. ૦૬ ના રોજ સવારે ૧૦ : ૪૫ કલાકે બાઈક જીજે ૩૬ એએસ ૮૭૫૮ લઈને વાંકાનેર નેશનલ હાઈવે પરથી જતા હતા ત્યારે પ્રેમજીનગર ગામથી થોડે આગળ પહોંચતા ટ્રક ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી બાઈકને ઠોકર મારી હતી જે અકસ્માતમાં ફરિયાદીના ભાઈ મુકેશભાઈને બંને પગ અને પેટના નીચેના ભાગે છુંદી શરીરે ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.