મોરબી જીલ્લાના સીમાવર્તી ગામોમાં સંસ્થાઓના સહયોગથી મેડીકલ કેમ્પ યોજાયો

 

મોરબી જિલ્લાના સીમાવર્તી ગામો સોલંકીનગર, ફડસર, ઉટબેટ, સામપર તથા બેલા (આમરણ) ખાતે સીમા જાગરણ મંચ–મોરબી, ડો. હેડગેવાર સ્મારક સમિતિ અને શ્રી આર્યતેજ હોમિયોપેથીક મેડિકલ કોલેજ, મોરબીના સંયુક્ત ઉપક્રમે તા. 14/04/2026ના રોજ ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આશરે 300થી વધુ ગ્રામજનોએ આરોગ્યલાભ મેળવ્યો હતો.

 

આ મેડિકલ કેમ્પને સફળ બનાવવા માટે સીમા જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રાંતના સહ-સંયોજક  હિરેનભાઈ વિડજા, મોરબી જિલ્લા અધ્યક્ષ વિનોદભાઈ સનારીયા, જિલ્લા સંયોજક રાજેશભાઈ એરણીયા તેમજ જિલ્લા ટોળી સભ્યો મનીષભાઈ પટેલ, બીપીનભાઈ અઘારા, રાજભાઈ અમૃતિયા,  દિનેશભાઈ બારૈયા,  પ્રસાદભાઈ ગોરીયા, ડો. મિલનભાઈ વ્યાસ તથા શ્રી આર્યતેજ હોમિયોપેથીક મેડિકલ કોલેજના ડોકટર અને સમગ્ર સ્ટાફે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમજ સંબંધિત તમામ ગામોના સરપંચ, ગામના યુવાનો અને ગ્રામજનોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જહેમત ઉઠાવી હતી.

 

Leave A Reply

Your email address will not be published.