સાયલા નજીક નેશનલ હાઈવે પર ટ્રકમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી ઝડપી, રૂ ૧૯.૫૨ લાખનો મુદામાલ જપ્ત 

 

રાજકોટ રેંજ ટીમ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઇવે પરથી ટ્રકની કેબિનમાં બનાવેલ ચોરખાનામાં સંતાડીને લઇ જવાતી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૪૪ તથા ટ્રક સહિત કુલ રૂ.૧૯,૫૨,૦૦૪/-નો મુદ્દામાલ ઝડપી લઈને ડ્રાઈવરને ઝડપી લીધો છે

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રોહિબીશન તથા જુગારની પ્રવૃતિ કરનારા ઇસમોને શોધી કાઢી તેઓ વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મિયાત્રા, શ્રી સી.એમ.કાંટેલીયા, શ્રી એ.વાય.ઉધાસ તથા સ્ટાફ દ્વારા આવા ઇસમોને શોધી કાઢવા હ્યુમનસોર્સથી માહિતી મેળવી તેનો જરૂરી અભ્યાસ કરી રહેલ હતા.

દરમ્યાન મળેલ ચૌક્કસ હકિકત આધારે સ્ટાફના યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, હિતેશભાઇ જોગરાણા, અજયવીરસિંહ ઝાલા, ફતેસંગ પરમાર, દિલીપસિંહ સિંધવ, રાજુભાઇ પઢેરીયા નાઓએ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારના અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇ-વે રોડ બ્લેક બોર્ન સ્ટોન ક્રશર સામે મોમાઇ હોટલના પાર્કિંગ માંથી ટ્રક રજી. નં. RJ-30-GA-6939 ની કેબિનમાં બનાવેલ ચોરખાનામાં સંતાડીને લઇ જવાતી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાંડની નાની-મોટી બોટલો નંગ-૧૪૪ કિ.રૂ.૧,૬૪,૪૦૦/- તથા મેંદાના લોટની બોરી નંગ-૫૮૮, ટ્રક, મોબાઇલ ફોન મળી કુલ રૂ.૧૯,૫૨,૦૦૪/- ના મુદ્દામાલ સાથે આરોપી (૧) ડ્રાઇવર રમેશચંદ્ર દેવકિશન સુથાર રહે. મોરચા, તા. કુંભલગઢ, થાના-કેલવાડા, જી. રાજસમંદ રાજસ્થાન નાઓને ધોરણસર અટક કરેલ તેમજ પકડવાપર બાકી આરોપી (ર) દારૂનો જથ્થો ભરી આપનાર મુકેશ રહે.રાજકોટ મળી કુલ બે આરોપીઓ વિરુધ્ધ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.

Leave A Reply

Your email address will not be published.