

`મનુષ્ય તંદુરસ્ત તો દરેક ઘર સ્વસ્થ રહે તેવા શુભ આશ્રય સાથે મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે મોરબી શાશ્વત હોસ્પિટલ ખાતે મલ્ટીસ્પેશિયલિટી ની શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં છે.જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો
પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને શાશ્વત હોસ્પિટલના સહયોગથી મલ્ટી સ્પેશિયલિટી ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કેમ્પમાં બાળ રોગ,જનરલ ફિઝિશિયન, સ્ત્રી રોગ, હાડકાના રોગો સહિતની બીમારીના દર્દીઓનું ની શુલ્ક નિદાન તેમજ ની શુલ્ક દવા વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો.
પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અનેક સેવાકીય કાર્યો કરી રહ્યું છે. આ મેડિકલ કેમ્પમાં નિષ્ણાત ડોકટર ડો અક્ષય કામલે, ડો ભૌમિક સરડવા, ડો પાયલ ફળદુ, ડો યશરાજસિંહ ઝાલા, ડો ઋષિ વાંસદડિયા, ડો યશ કડીવાર અને ડો નિધિ ભાડજા સહિતના ડોક્ટરોએ સેવા આપી હતી. આ સેવાકીય કેમ્પમાં સાધનાબેન ઘોડાસરા,ચંદાબેન કાબરા, કાજલબેન આદ્રોજા અને ડો અંકિતાબેન પટેલ સહિતના સભ્યોએ સહયોગ આપ્યો હતો.


