જાણીતા યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાને “ઓથર ઇન્કવેલ એવોર્ડ ૨૦૨૬” એનાયત.

 

સાહિત્ય અને સંશોધન ક્ષેત્રે નામ રોશન કરતા મોરબીના જાણીતા યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાની પ્રતિષ્ઠિત ‘ઓથર ઈન્કવેલ એવોર્ડ ૨૦૨૬’ માટે પસંદગી કરવામાં આવી છે. ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે યોજાયેલા એક ભવ્ય રાષ્ટ્રીય સાહિત્યિક સમારોહમાં યોજાયેલ હતો તેમાં દેશભરના લેખકો અને અગ્રણીઓની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી.

 

પરમ જોલાપરાએ માત્ર ૧૮ વર્ષની નાની વયે ભારતીય સંસ્કૃતિના ગહન પૌરાણિક તેમજ વેદોક્ત પુરાવાઓથી સભર “વિશ્વદેવ વિશ્વકર્મા” પુસ્તકનું લેખન અને સંશોધન કર્યું છે. સામાન્ય રીતે જે ઉંમરે યુવાનો કારકિર્દીની પ્રાથમિક દિશા નક્કી કરતા હોય છે, તે ઉંમરે પરમે વેદો અને પુરાણોના ઊંડા અભ્યાસ બાદ અકાટ્ય તથ્યો અને સચોટ ઐતિહાસિક પુરાવાઓ સાથેનું પુસ્તક સમાજ સમક્ષ મૂકીને ભારે આકર્ષણ જગાવ્યું છે. તેમના આ અસાધારણ સંશોધન કાર્ય અને સાહિત્યિક પ્રદાનને સર્વોચ્ચ ગણીને સંસ્થા દ્વારા આ સન્માન આપવામાં આવ્યું છે. એવોર્ડ સેરેમનીમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ પરમની આ નાની ઉંમરની મોટી સિદ્ધિને મુક્તકંઠે બિરદાવી હતી અને તેમને આગામી સમય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Leave A Reply

Your email address will not be published.