મોરબીમાં જૈન આચાર્ય દ્વારા બકરી ઇદ ના દિવસે આયંબિલ તપ કરીને ‘કરુણા દિવસ’ તરીકે મનાવવા અનુરોધ.

 

મોરબીમાં મણીબેન પ્રભાશંકર શેઠ જૈન પૌષધ શાળામાં હાલ બિરાજતા પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ગુરૂદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામી ની નિશ્રામાં અવનવા ધાર્મિક કાર્યક્રમો ચાલી રહ્યાં છે ત્યારે ગુરૂદેવ દ્વારા આગામી તા. ૨૮, શુક્રવારે બકરી ઇદ હોઈ ‘અહિંસા પરમો ધર્મ’, ‘જિયો ઔર જીને દો, ની ભાવના રાખવા વાળા દરેક ભાવિકો ને આ દિવસે અબોલ જીવોની અનુકંપા, પ્રાર્થના , સંવેદના માટે એક આયંબિલ તપ કરી ‘કરુણા દિવસ’ તરીકે મનાવવાની પૂ આચાર્ય શ્રી એ પ્રેરણા કરી છે,

તો બધા જૈન શ્રાવક શ્રાવિકાઓ બકરી ઇદ ના દિવસે એક આયંબિલ તપ કરી ને અથવા આયંબિલ કરી શકે નહીં તેઓએ  આ દિવસે ભોજન માં સફેદ વસ્તુ નો ત્યાગ કરી અબોલા જીવોના કલ્યાણ માટે  પ્રાર્થના કરવા અપીલ કરી છે. તેમજ તા.૨૪, રવિવારે સવારે ૯ વાગ્યે પૌષધ શાળા માં ગજસુકુમાર સમભાવ સામાયિક નું આયોજન કરવામાં આવેલ છે બધાએ સફેદ વસ્ત્રમાં અને સામાયિક ઉપકરણ સાથે લઈ આવવું તેમ એક યાદી માં જણાવેલ છે.

Leave A Reply

Your email address will not be published.