


મોરબીના મચ્છુ ૨ ડેમમાં નહાવા ગયેલ યુવાન સહિતના નાહવા માટે જતા એકનું ડૂબી જતા મોત થયું હતું તો એકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી
મોરબીના મચ્છુ ૨ ડેમમાં વિજયભાઈ ગોરધનભાઈ સેલાણીયા અને મહેશભાઈ દિનેશભાઈ સુનરા બંને નાહવા માટે જતા વિજયભાઈ ડૂબી જતા તેના મૃતદેહને ફાયરની ટીમે બહાર કાઢી પી એમ માટે ખસેડવામાં આવ્યો છે તો મહેશભાઈને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે