


મોરબીના ઉંચી માંડલ ગામની સીમમાં બ્લીસ ક્લેય કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાને પોતાની જાતે ગળે ચપ્પુ લગાવી દેતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોય જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના ઉંચી માંડલ ગામની સીમમાં બ્લીસ કલેય કારખાના લેબર કવાર્ટરમાં રહેતા જાલમ જયરામ ભીલાલા (ઉ.૩૯) એ ગત તા.૨૭ ના રોજ પોતાની જાતે ગળાના ભાગે ચપ્પુ લગાવી દેતા ઈજા થતા સારવાર માટે પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હોય જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે