


મોરબીના રફાળેશ્વર ગામે ભરવાડવાસમાં છાતીમાં દુખાવો થતા આધેડનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના રફાળેશ્વર ગામેં ભરવાડવાસમાં રહેતા ખોડાભાઈ જગાભાઇ પાંચિયા (ઉ.૪૯) વાળાને પોતાના રહેણાંક મકાને શરીરે પરસેવો વળતા, છાતીમાં દુખાવો થતા સારવાર માટે લઇ જવામાં આવતા ડોકટરે તપાસી હાર્ટ એટેક આવ્યો હોવાનું જણાવી મૃત જાહેર કર્યા હતા જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે