એસ એમ સી ટીમના મોરબીમાં બે દરોડા,દેશી દારૂના મુદામાલ સાથે ૧૨ ને ઝડપી પાડ્યા

 

એસએમસીની ટીમે મોરબીના જેતપર રોડ, શાપર ગામની સિમમા કેનાલની બાજુમાં તેમજ રંગપર ગામની સિમમા આવેલ વેન્ગાટો સિરામિકની બજુમા આવેલ ખુલ્લી જગ્યામા દેશી દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂનું કટિંગ અને વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે 1,68,450 નો મુદામાલ કબજે કરીને 12 શખ્સોને પકડાયા હતા જો કે, દારુનો ધંધો કરનારા મુખ્ય 6 આરોપીઓ હાલમાં વોંટેડ છે.

પોલીસે સ્થળ ઉપરથી 236 લિટર દેશી દારૂનો જથ્થો જેની કિંમત 47,200, રોકડા રૂપિયા 15,950, ત્રણ મોબાઈલ જેની કિંમત 15,000 અને ત્રણ વાહન જેની કિંમત 90,000 આમ કુલ મળીને 1,68,450 નો મુદામાલ કબજે કરેલ છે અને સ્થળ ઉપરથી એસએમસીની ટીમે આરોપી દારૂનું વેચાણ કરનાર સુનિલસિંગ બ્રીજરાજસિંહ ઠાકુર રહે.  પાવડિયા કેનાલ પાસે શાપર, દેશી દારૂ પુરો પડનાર સિરાજ ફારુકભાઈ ભટ્ટી રહે. નવલખી ફટક પાસે મોરબી, પોઈન્ટ પર દારૂ લેવા અવનાર વિજયડોગો સિંગરાજડોગો, જીતેન્ડોગો ધર્મેન્દ્રડોગો, રામાયણદોગો દુગાડોગો, જયદેવગોપ બિપિંગોપ, શૈલેષસિંગ કુટિયા પત્રાસિંગ કુટીયા, મનોહર બોદરા સુશીલ બોદરા રહે. આરોપી 3 થી 8 પાવડિયા કેનલ પાસ, શાપર, જીતેન્દ્ર મનુભાઈ વરાણીયા રહે. ત્રાજપર ચાર રસ્તા પાસે મોરબી, નાનુલાલ બાબુલાલ ગીરવાલ રહે. પાવડિયા કેનલ પાસે શાપર, મનસુરભાઈ હુશેનભાઈ હિંગરોજા   રહે. ત્રાજપર ચાર રસ્તા પાસે મોરબી અને શુશીલ અભેલભાઈ નંદને પકડવામાં આવેલ છે અને આરોપી તેમજ મુદામાલ તાલુકા પોલીસને સોંપવામાં આવેલ છે. જો કે, 6 આરોપીઓ વોંટેડ છે જેમાં દારુનો ધંધો કરનારા મુખ્ય આરોપી તૈયબ ગુલામભાઈ માણેક રહે. વીસીપરા વિસ્તાર મોરબી, મનસુખ ઉર્ફે માછો રમેશભાઈ કોળી રહે. ત્રાજપર મોરબી, મનોજ કોળી રહે.  ઇન્દિરાનગર મોરબી, નાટો, સિકંદર અને દેશી દારુનો જથ્થો પુરો પડનારનો સમાવેશ થાય છે આ રેડની કામગીરી એસએમસીના પીએસઆઈ એ.વી.પટેલ અને તેની ટિમ દ્વારા કરવામાં આવી હતી

 

દેશી દારૂના મુદામાલ સાથે ૧૨ ને ઝડપી પાડ્યા

Leave A Reply

Your email address will not be published.