

નિવૃત્ત ન્યાયાધીશ તથા ગુજરાત સરકાર દ્વારા Director of Prosecution(DOP) તરીકે નિયુક્ત કરાયેલા અંબાલાલ આર. પટેલ સાહેબે એમના ધર્મપત્ની સાથે બ્લુઝોન ફેક્ટરીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.સાથે મોરબીના DGP વિજયભાઈ જાની પણ ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રસંગે તેમનું ઉષ્માભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન અંબાલાલ પટેલે સિરામિક ઉદ્યોગ, ઉત્પાદન પ્રક્રિયા તેમજ મોરબીના સિરામિક ઉદ્યોગની કામગીરી અંગે રસપૂર્વક માહિતી મેળવી હતી. તેમની સરળતા, નિષ્ઠા અને લાંબા ન્યાયિક અનુભવ સાથેની આ મુલાકાત અમારા માટે ગૌરવ અને પ્રેરણાનો અવસર બની રહી તેમ મોરબી સિરામિક એસો પ્રમુખ મનોજ એરવાડિયાએ જણાવ્યું હતું


