વાંકાનેરના મેસરીયામાં કાર છોડાવવા બાબતે ખાર રાખી તલવાર, લોખંડના પાઇપ વડે હુમલો, કારના કાચ તોડ્યા

વાંકાનેરના મેસરીયા ગામે જૂની ગાડીની લોન અને દારૂના કેસ બાબતે ચાલતા મનદુઃખનો ખાર રાખી બે શખ્સોએ તલવાર અને લોખંડના પાઇપ સાથે હુમલો કરી કારમાં તોડફોડ કરી હોવાનો બનાવ સામે આવ્યો છે.
ઘટનાની વિગત મુજબ મેસરીયા ગામના રહીશ અર્શદભાઇ હૈયાતભાઇ વડાવીયાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે તેમણે પોતાની અર્ટીગા કાર રફીકભાઈ પીપરવાડીયાને વેચી હતી, જેમાં લોન ચાલુ હોવાથી કાર ફરિયાદીના નામે જ હતી. આ કાર રાજકોટ ખાતે દારૂના કેસમાં પકડાઈ જતાં ફરિયાદી તેને છોડાવવા ન જતાં તેનો ખાર રાખી રફીક, અમન અને સાકીર ફરિયાદી સાથે ઝઘડો કરવા અઆવ્યા હતા પરતું અન્ય લોકો વચ્ચે પડતા સમાધાન કરી ચાલ્યા ગયા હતા. પરતું બાદમાં અમનભાઇ હુશેનભાઇ પીપરવાડીયા સ્વીફ્ટ ડીઝાયર કાર અને તલવાર લઈને તેમજ સાકીરભાઇ હુશેનભાઇ પીપરવાડીયા સેન્ટ્રો કાર અને લોખંડનો પાઇપ લઈને મારવા આવ્યા હતા. ફરિયાદી બચવા માટે તેમના ઓળખીતા દોલુભાઈની ક્રેટા કારમાં બેસી જતાં આરોપી સાકીરે લોખંડના પાઇપ વડે ક્રેટા કારનો આગળનો કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.