કંડલા પોર્ટ પરથી આવતા ઈમ્પોર્ટ કોલસાની આ રીતે ચોરી કરવામાં આવતી હતી

 

કંડલા બંદર પરથી ઈમ્પોર્ટ કોલસા ભરેલ ટ્રકમાંથી ડ્રાઈવરો સાથે મળીને હલકી ગુણવતાનો કોલસો ભેળવીને ગુણવતા વાળા કોલસાની ચોરી થતી હોવાની બાતમીના આધારે મોરબી એલસીબી ટીમે દરોડા પાડીને ચાર શખ્સોને ૧ કરોડથી વધુના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એલસીબી ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન જુના સાદુળકા ગામ જવાના રસ્તે આવેલ સ્વામીનારાયણ મંદિર પાસે આવેલ એબીસી મિનરલ્સની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટમાં નવધણભાઈ જશાભાઈ બાલસરા અને નિકુંજભાઈ પટેલ રહે- બંને મોરબી વાળા ભાગીદારીમાં કંડલા બંદરથી ઈમ્પોર્ટ ખનીજ કોલસો હાઈવે પરથી આવતા જતા ટ્રકો જેમાં ઈમ્પોર્ટ ખનીજ કોલસો ભરેલ હોય તેના ડ્રાઈવરો સાથે મળીને ટ્રકમાં ભરેલ ઈમ્પોર્ટ ખનીજ કોલસો કે જે ભારે ગુણવતા વાળો હોય તે કાઢી લઇ તેમાં હલકી ગુણવતા વાળો કોલસો તથા માટીની ભેળસેળ કરી ભારે ગુણવતા વાળા કોલસાની ચોરી કરી તેમજ ચોરી કરેલ કોલસો તેના કબ્જા વાળા પ્લોટમાં રાખી ગેરકાયદેસર પ્રવુતિ કરતા હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાંથી તૌફીકખાન અસરફખાન મલેક, અખિલેશકુમાર શ્રીધીરેન્દ્રભાઈ ગોંડ, મીઠાભાઈ વિઠ્ઠલભાઈ મીઠાપરા અને ઋત્વિકભાઈ અમુભાઈ ખીમાણીયાને ઝડપી પાડ્યા હતા

જ્યારે રમેશ અનસિંહ વસુંનીયા, રાકેશ નાશી ગયા હતા તેમજ નવઘણભાઈ જશાભાઈ બાલસરા, નિકુંજભાઈ રાજપરા, જગજીતસિંહ રાણા અને હેરીભાઈનું નામ ખુલતા વધુ તપાસ હાથ ધરી છે તો એલસીબી ટીમે દરોડા દરમિયાન સારી ગુણવતા વાળો ઈમ્પોર્ટ કોલસો આશરે ૧૮૮ ટન કીમત રૂ.૨૪,૪૪,૦૦૦, મિક્ષ કરેલ કોલસો આશરે ૧૦૦ ટન કીમત રૂ.૪,૦૦,૦૦૦ , હલકી ગુણવતા વાળો કોલસો આશરે ૭૦ ટન કીમત રૂ.૫૬,૦૦૦ , એક ટ્રેઇલર કીમત રૂ.૪૦,૦૦,૦૦૦, બે ટ્રેક્ટર લોડર કીમત રૂ.૨૦,૦૦,૦૦૦, એક હિટાચી મશીન કીમત રૂ.૨૦,૦૦,૦૦૦, એક મોટર સાયકલ કીમત રૂ.૨૫૦૦૦, મોબાઈલ ફોન નંગ ૫ કીમત રૂ.૨૫૦૦૦,રોકડા રકમ રૂ.૫૦૦૦,આધાર કાર્ડ નંગ ૨,ડ્રાઈવિંગ લાયસન્સ ૧,શીલ નંગ ૧૫, શીલ ખોલવા માટેની બ્લેડ નંગ ૧, બીલ બિલ્ટી તથા ઈ વે બીલ એમ કુલ મુદામાલ કીમત રૂ.૧,૦૯,૫૫,૦૦૦ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.