

મોરબીમાં રીસામણે માવતરે રહેતી પરિણીતાએ પતિ વિરુદ્ધ ભરણપોષણ ફરિયાદ કરી હોવાનો ખાર રાખી પતિ સહિતના બે ઇસમોએ ઘરે જઈને પરિણીતાને ઢીકા પાટું માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
મોરબીના ભડિયાદ કાંટે રહેતા પુષ્પાબેન રાકેશભાઈ સાગઠીયા (ઉ.વ.૩૭) નામની મહિલાએ આરોપી પતિ રાકેશ દેવજીભાઈ સાગઠીયા અને ચિરાગ અમૃતભાઈ સાગઠીયા રહે બંને મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી રાકેશ પુષ્પાબેનના પતિ થતા હોય જેના વિરુદ્ધ મોરબી કોર્ટમાં ભરણપોષણ ફરિયાદ કરી છે અને પુષ્પાબેન હાલ માવતરે રીસામણે છે ત્યારે બંને આરોપીઓ મહિલાના ઘરે જઈને ગાળો આપી ઢીકા પાટું માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

