

સર્વાઈકલ કેન્સર નિવારવા માટે HPV રસીકરણ ખુબ જરૂરી છે અને સરકારે રસીકરણ અભિયાન શરુ કરાવ્યું હતું જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર ખાતે HPV રસીકરણ ઝુંબેશ પુરજોશમાં ચાલી રહી છે અને ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવાના લક્ષ્યાંક સાથે આરોગ્ય કેન્દ્રની ટીમ કામગીરી કરી રહી છે
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર ખાતે HPV રસીકરણનો પ્રારંભ લાલપરના સરપંચ રમેશભાઈ વાંસદડિયા, ઉપસરપંચ રાજુભાઈ જેતપરરીયા, તલાટી મંત્રી અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો રસીકરણ માટે આવનાર કિશોરીઓ અને વાલીઓને આરોગ્ય અંગે જરૂરી માહિતી મેડીકલ ઓફિસર ડો. રાધિકાબેન વડાવીયા, સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસ દ્વારા આપવામાં આવી રહ્યું છે અને PHC ના તમામ સ્ટાફ દ્વારા ૧૦૦ ટકા કામગીરી વહેલી તકે પૂર્ણ કરવાના લક્ષ્ય સાથે રસીકરણ ઝુંબેશ પુરજોશમાં ચાલી રહી છે





