IMA મોરબી દ્વારા શાળાના બાળકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું

 

IMA Morbi દ્વારા આંબાવાડી તાલુકા શાળા, મોરબીમાં ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓનું હેલ્થ ચેક અપ કરવામાં આવ્યું હતું જેમાં બાળ રોગ નિષ્ણાંત તરીકે નક્ષત્ર હોસ્પીટલના ડો. મયુર ગવાલાણી, ચિરાયુ હોસ્પીટલ ના ડો. શરદ રૈયાણી, દાંત ના ડોક્ટર તરીકે ક્રિષ્ના હોસ્પીટલ ના ડો. મનોજ કૈલા, રાંકજા ડેન્ટલ ક્લિનિક ના ડો. આશિષ રાંકજા, ચામડીના ડોક્ટર તરીકે ડો. સેજલ ભાડજા( કાવર), એથેના સ્કિન ક્લિનિક ના ડો. યશરાજસિંહ ઝાલા એ સેવા આપેલ હતી. આ હેલ્થ ચેક અપમાં લગભગ 150 બાળકોએ સેવાનો લાભ લીધો હતો.

 

તેમજ ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ‘તરુણાવસ્થા તથા તેને લગતી સમસ્યાઓ ‘ ઉપર ડો.રમેશ બોડા, બાળ રોગ નિષ્ણાંત, સાગર હોસ્પીટલ, દ્વારા વિશેષ લેક્ચર લેવા માં આવ્યું હતું. તેમજ  સોશ્યલ મીડિયા અને તેની આડ અસરો પર ડો. ઉર્વી રૈયાણી, બાળ રોગ નિષ્ણાંત, ચિરાયુ હોસ્પીટલ, તથા છોકરીઓ માં માસિક ચક્ર ની સમજણ તથા તે સમયે લેવાની કાળજી પર, ડો. મિરલ આદ્રોજા, સ્ત્રી રોગ નિષ્ણાંત, સદભાવના હોસ્પીટલ, દ્વારા વિવિધ વિડિયો તથા પ્રેસેંટેશન દ્વારા સમજણ આપેલ. જેમાં આશરે 100 બાળકોએ લાભ લીધેલ.

 

સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના શિક્ષકો તથા IMA Morbi ના સેક્રેટરી ડો.હીનાબેન મોરી તથા પ્રેસિડેન્ટ ડો. અંજનાબેન ગઢિયાના સહયોગથી કરવામાં આવેલ હતું. ભવિષ્યમાં આવા કાર્યક્રમ થતાં રહે તો બાળકોમાં નાનપણથી જ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવી શકાય.

 

Leave A Reply

Your email address will not be published.