હળવદ પોલીસે લૂંટના ગુનામાં રીકવર કરેલ રૂ ૫.૧૯ લાખની રકમ મૂળ માલિકને પરત સોપી

 

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત હળવદ રાણેકપર રોડ પર થયેલ લૂંટના ગુનામાં રૂ ૫.૧૯ લાખની રકમ રીકવર કરી પોલીસે જરૂરી કાર્યવાહી કરી રકમ મૂળ માલિકને પરત સોપી છે

 

હળવદ પોલીસ મથકમાં લૂંટની ફરિયાદ રજનીકાંતભાઈ ભીખાભાઈ દેથરીયાએ નોંધાવી હતી જે ગુનાની તપાસ કરી પોલીસે બે ઇસમોને ઝડપી લઈને રોકડ રૂ ૫,૧૯,૮૦૦ રીકવર કરવામાં આવી હતી જે રોકડ રકમ ફરિયાદીને પરત સોપવા માટે જરૂરી કાર્યવાહી સત્વરે પૂર્ણ કરાવી રૂ ૫.૧૯ લાખની રકમ પરત સોપવામાં આવી હતી

 

Leave A Reply

Your email address will not be published.