હળવદ : પિતાએ કામધંધા બાબતે ઠપકો આપતા ટ્રેન હેઠળ પડતું મૂકી આયખું ટુંકાવ્યું

 

હળવદના કવાડિયા ગામના રહેવાસી ૨૯ વર્ષના યુવાનને પિતાએ કામધંધા બાબતે ઠપકો આપતા રેલ્વે ટ્રેક પર પડતું મૂકી આપઘાત કરી લીધો હતો

 

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના કવાડિયા ગામે રહેતા અશ્વિનભાઈ ધીરૂભાઈ ચારોલા (ઉ.વ.૨૯) નામના યુવાને ગત તા. ૧૮ ના રોજ કાવડિયા ગામના પાટિયા પાસે રેલ્વે ટ્રેક પરથી રેલ્વેમાં પડતું મુક્ત માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક અશ્વિનભાઈન કામ ધંધો કરતા ના હતા જેથી પિતાએ કામધંધો કરવા બાબતે ઠપકો આપતા મનમાં લાગી આવતા યુવાને અંતિમ પગલું ભરી લીધાનું ખુલ્યું છે

Leave A Reply

Your email address will not be published.