


વાંકાનેરના મિલ પ્લોટમાં નવજીવન સોસાયટીમાં રહેતા યુવાને મોબાઈલ લીધેલ તે બાબતે ચાર શખ્સોએ ગાળો આપી માર મારતા યુવાનને લાગી આવતા ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાની ફરિયાદ નોંધાવી છે.
વાંકાનેરના મિલ પ્લોટમાં અમરસિંહજી મિલ પાસે રહેતા કિરીટભાઈ રમેશભાઈ દલસાણીયા એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનાભાઇ ભાવેશભાઈ એ આરોપી નરેશભાઈ ડાયાભાઇ ચાવડા, અભીભાઈ નરેશભાઈ ચાવડા, નરેશભાઈનો બીજો દીકરો અને નરેશભાઈના બનેવી દિનેશભાઈ દીકરોઓના મોબાઈલ લઇ લીધેલ તે બબાતે આરોપીઓએ એકસંપ કરી ભાવેશભાઈને ગાળો આપી ઢીકાપાટુંનો મુંઢ માર મારી મોબાઈલ પાછો આપી દેવા ત્રાસ આપતા કિરીટભાઈના ભાઈ ભાવેશભાઈને લાગી આવતા ભાવેશભાઈ એ પોતાની જાતે પોતાના મકાનમાં ગળેફાંસો ખાઈ લેતા ભાવેશભાઈ નું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.