


મોરબીમાં રહેતા યુવાને મકાનની ખરીદી કરવા માટે લીધેલ વ્યાજે રૂપિયા પરત આપી દીધા હોવા છતાં વ્યાજખોરો એ પઠાણી ઉધરાણી કરી રૂપિયા બળજબરીથી ઉધરાણી કરી માર મારી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે.
મોરબીના પંચાસર રોડ પર શ્યામ સોસાયટી ૨ માં રહેતા કમલેશભાઈ ઉર્ફે મહેશભાઈ મનુભાઈ માંડવીયા એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને મકાન ખરીદવામાં રૂપિયાની જરૂર હોય જેથી આરોપી હર્ષદભાઈ અમરશીભાઈ લીખીયા રહે-મોરબી ઉમા ટાઉનશીપ પાસેથી માસિક ૩ ટકા લેખે રૂ.૩,૦૦,૦૦૦ વ્યાજે લીધેલ હોય જેમાંથી રૂપિયા ૩,૪૫,૦૦૦ મૂડી તથા વ્યાજના રૂપિયા કમલેશભાઈ એ પાછા આપેલ હોય તેમ છતાં આરોપી હર્ષદભાઈ એ કમલેશભાઈ ને તેમની દુકાને બોલાવી રૂપિયાની ઉધરાણી કરી તેમજ રૂ.૧૦,૨૪,૩૫૦ મૂડી તેમજ વ્યાજના રૂપિયા ફરી.કમલેશભાઈ ને આપવાના બાકીનું લીસ્ટ કમલેશભાઈના ફોનમાં વોટ્સઅપમાં મોકલી તથા આરોપી લાલાભાઈ રહે-હરભોલે પાન મહેન્દ્રનગર ચોકડી મોરબી એ ફોન કરી કમલેશભાઈ પાસે આરોપી હર્ષદભાઈ એ વ્યાજે આપેલ રૂપિયાની બળજબરીથી ઉધરાણી કરી માર મારવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે .