પડધરી તાલુકાના તરઘડી ગામે જુગાર રમતા ચાર ઝડપાયા



પડધરી તાલુકાના તરઘડી ગામે જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
પડધરી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે તરઘડી ગામે રેડ કરી હતી જ્યાં મકાન પાસે જાહેરમાં જુગાર રમતા ભરત ચમનભાઈ પરમાર, બટુક દયારામભાઈ ગોંડલીયા, હાર્દિક મનસુખભાઈ સવાસડીયા અને કૃણાલ કનૈયાલાલ અગ્રાવત એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૧૫૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે