વાંકાનેરમાં રેલવેના ૨૨ લાખના વીજ વાયરની ચોરી કરનાર કર્મચારી સહીત ચાર ઝડપાયા

 

વાંકાનેર રેલ્વે કોલોની વિસ્તારમાં નવા પંપ હાઉસ પાસેથી રેલવેના ૨૨ લાખની કિમતના ઇલેક્ટ્રિક કેબલના ૩ ડ્રમની ચોરી સામે આવી હતી ચોરીની ઘટના મામલે મુંબઈ હેડ ક્વાર્ટરથી તપાસના આદેશ છુટ્ટા RPF ટીમે તપાસ હાથ ધરી રેલ્વે કર્મચારી સહીત ચાર ઇસમોને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે

 

ગત તા. ૧૧ જુલાઈના ૨૫ ચોરસ મીમી ક્ષમતાનો ૫૧૭ મીટર લાંબો એક કેબલ અને ૩૫ ચોરસ મીમીના ૪૯૪ અને ૫૦૨ મીટર લાંબા કેબલ રાત્રીના અજાણ્યા ઇસમોએ ક્રેઇન જેવા ભારે મશીનનો ઉપયોગ કરીને કેબલના ૩ ડ્રમ ઊંચકી મીની ટ્રકમાં લઇ જઈને ચોરીને અંજામ આપ્યો હતો તસ્કરોએ કુલ ૧૫૦૮ મીટર લાંબો ઇલેક્ટ્રિક કેબલ ચોરીને અંજામ આપ્યો હતો જે બનાવ અંગે વાંકાનેરના સીનીયર સેક્શન એન્જીનીયર દ્વારા લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી હતી

 

RPF ટીમે તપાસ હાથ ધરી રેલ્વેના વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયનના બ્રાંચ સેક્રેટરી અશોકકુમાર રંગમ ભળીયાસી, કરણસિંહ જયવંતસિંહ જાડેજા, ઇસ્તીયાક અહેમદ ખાન અને રણછોડ રાયાભાઈ ટોટા એમ ચાર ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે ઝડપાયેલા આરોપીઓમાં રેલ્વે કર્મચારી એમ્પ્લોઇઝ યુનિયનના હોદેદારની સંડોવણી ખુલતા ચકચાર મચી છે પોલીસે મીની ટ્રક અને સ્ક્રેપ વેપારી પાસેથી મુદામાલ અને ક્રેઇન રીકવર કર્યા છે તેમજ આરોપીને કોર્ટમાં રજુ કરી ૨ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.