મોરબી પંથકમાં ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કવોડની રેડ, કરોડોનો વાહનો કબજે કર્યો

 

ખાણખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે છેલ્લા પાંચ દિવસમાં મોરબી પંથકમાં ચેકીંગ કરી કાર્યવાહી કરી રહી છે જેમાં  કચ્છથી ખનીજચોરી કરીને લાવવામાં આવતી ફાયર ક્લેઅને ચાઈના ક્લેનું વહન કરતા અલગ અલગ સાત વાહનો તેમજ વાંકાનેરના સમથેરવા ગામની સીમમાં ફાયર ક્લેનું ગેરકાયદેસર ખનન કરતા એક હિટાચી તેમજ ડમ્પરો ઝડપી પાડી 3  કરોડથી વધુ કિંમતના વાહનો જપ્ત કર્યા હતા તો મોરબી જિલ્લામાં ખનીજચોરી કરતા વાહન ચાલકો પાસેથી રૃપિયાં 19 લાખથી વધુનો દંડ વસુલવામાં આવ્યો છે

 

મળતી વિગત મુજબ રાજકોટ ખાણખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારી અંકિત ભટ્ના માર્ગદર્શનમાં ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે છેલ્લા પાંચ દિવસ દરમિયાન મોરબી જિલ્લામાં થતી ખનીજચોરી કરતા શખ્સો પર સપાટો બોલાવ્યા છે  જેમાં માળીયા મિયાણા  હાઇવે ઉપર રોયલ્ટી ભર્યા વગર કચ્છમાંથી લાવવામાં આવતા ફાયર ક્લે, ચાઈના ક્લે અને બોલ ક્લે ભરેલા પાંચ ડમ્પર તેમજ મોરબી શહેર નજીકથી ફાયર ક્લે અને ચાઈના ક્લે ભરેલા ખનીજચોરી વાળા બે ડમ્પર સહિત કુલ રૂ.2 કરોડના સાત વાહનો જપ્ત કરી ખનીજચોરી કરતા વ્યક્તિઓ પાસેથી રૂપિયા 19 લાખથી વધુનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

 

તો અન્ય એક કાર્યવાહીમાં વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં ગેરકાયદેસર રીતે ફાયર ક્લેનું ખનન થતું હોવાની બાતમીને આધારે દરોડો પાડી બનાવ સ્થળેથી એક હિટાચી તેમજ ત્રણ ડમ્પર કિંમત રૂપિયા 1 કરોડથી વધુની કિંમતના વાહનો કબ્જે કરવામાં આવ્યા હતા.

Leave A Reply

Your email address will not be published.