


મોરબીના માધાપર ઝાપા પાસે જાહેરમાં નસીબ આધારિત તીનપત્તીનો જુગાર રમી રહેલા પાંચ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમે બાતમીના આધારે રેઇડ પાડીને આ તમામ આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી હાર-જીતના પૈસા તથા જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

પ્રાપ્ત વિગત મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે માધાપર ઝાપા પાસે જાહેર શેરીમાં રેઇડ કરી હતી. જ્યાં જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હાર-જીતનો જુગાર રમતા ફિરોઝ ગફુરભાઇ મોવર, વિનુ ડુંગરભાઇ વિડજા, અખતર ગુલમામદભાઇ જુસા, અજય નવલભાઇ દેવ અને ભીખાભાઇ શંકરભાઇ રસાણીયા નામના પાંચ શખ્સો ઝડપાઈ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ગંજીપતાના ૫૨ પાના અને કુલ રોકડા રૂપિયા ૧૧,૨૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે પાંચેય આરોપીઓની અટકાયત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.