ઈરાન-ઇઝરાયલ યુદ્ધની આગ મોરબી સિરામિક ઉદ્યોગ સુધી, ગેસ સપ્લાય અંગે ઉદ્યોગપતિઓ ચિંતિત
ગેસ સપ્લાય પ્રભાવિત થશે તો આગમી દિવસોમાં ગેસ કટોકટીના એંધાણ


ઈરાન-ઇઝરાયલ યુધ્ધે ભયંકર રૂપ લીધું છે સતત બોમ્બમારા અને મિસાઈલ એટેકને કારણે સમગ્ર મિડલ ઈસ્ટમાં આરબ દેશો સુધી યુદ્ધની આગ પહોંચી ગઈ છે જેને પગલે ગેસ અને તેલની સપ્લાય પણ પ્રભાવિત થઇ રહી છે જેથી મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસ કટોકટીનો ભય ઉદ્યોગકારોને સતાવી રહ્યો છે
વિશ્વમાં બીજા નંબરે સૌથી વધુ સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરતા મોરબી સિરામિક ઉદ્યોગને ગેસ કટોકટીનો ભય સતાવી રહ્યો છે હાલ મોરબી સિરામિક ઉદ્યોગના ૬૦ ટકાથી વધુ એકમો પ્રોપેન ગેસનો વપરાશ કરે છે બાકીના ૪૦ ટકા એકમો નેચરલ ગેસનો વપરાશ કરે છે ગેસ મુખ્યત્વે આરબ દેશોમાંથી આયાત કરવામાં આવે છે હાલ યુદ્ધને કારણે ગેસ અને તેલ સપ્લાય કરતી શીપના પરિવહન ખોરવાઈ ગયા છે જેથી ગેસ સપ્લાય પ્રભાવિત થતા આગામી દિવસોમાં ગેસની કટોકટી સર્જાય તેવો ભય મોરબી સિરામિક ઉદ્યોગને સતાવી રહ્યો છે અને ગેસ સપ્લાય અટકી જતા પ્રોડક્શન પર તેની અસર પડશે તે નક્કી છે
સંભવિત ગેસ કટોકટી અંગે મોરબી સિરામિક એસો પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ જણાવ્યું હતું કે યુદ્ધને કારણે [પ્રોપેન ગેસની શોર્ટ સપ્લાય થાય અને ઉદ્યોગકારોને સમયસર પ્રોપેન ગેસ ના મળે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે ગેસ સપ્લાય કરનાર કંપની દ્વારા કોઇપણ સ્પષ્ટત કરવામાં આવી નથી ગેસ સપ્લાય ખોરવાઈ તો એકમો બંધ કરવા પડે
ઉલ્લેખનીય છે કે મોરબી સિરામિક ઉદ્યોગમાં પ્રતિદિન સાડા પાંચ હજાર ટન જેટલો પ્રોપેન ગેસ સિરામિક ઉત્પાદન માટે વપરાય છે અને જો પ્રોપેન ગેસ સપ્લાય ચેન ખોરવાય તો તેની અસર સીધી સિરામિક ઉદ્યોગ પર પડે તે નિશ્ચિત છે અને ગેસ કટોકટીનો ભય સમગ્ર ઉદ્યોગને સતાવી રહ્યો છે


