

મોરબીના માળીયા રોડ પર આવેલા ટીબડી પાટિયા પાસે કબીર આશ્રમની બાજુમાં ગત મોડી રાત્રે અંદાજે 03:40 વાગ્યાની આસપાસ એક ટ્રકના કેબિનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. GJ 18 BV 6032 નંબરના ટ્રકમાં કોઈ અગમ્ય કારણોસર લાગેલી આ આગની જાણ થતા જ મોરબી ફાયર કંટ્રોલરૂમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટ્રકના કેબિનના ભાગે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.


