હળવદ નજીક અકસ્માત સર્જનાર કારચાલક ઝડપાયો, ખોટી નંબર પ્લેટ અંગે થયો મોટો ખુલાસો

 

હળવદ માર્કેટિંગ યાર્ડ સામે ફેટલ અકસ્માત સર્જી ફરાર થયેલ કાર ચાલકને પોલીસે ઝડપી લીધો છે આરોપીએ ગાડીમાં ખોટી નંબર પ્લેટ લગાવી હતી જે મામલે મોટો ખુલાસો થવા પામ્યો છે લોનના હપ્તા ચડી જતા રીકવરી એજન્ટ ગાડી પરત ના લઈ જાય માટે ખોટી નંબર પ્લેટ લગાડી કારનું ઉપયોગ કરતો હોવાનું ખુલ્યું છે

 

હળવદ પોલીસ મથકમાં ફરિયાદી રોહિતભાઈ કુડેચાએ ફરિયાદ નોંધાવી હતી કે હળવદ માર્કેટિંગ યાર્ડ સામે રોડ ક્રોસ કરતી વખતે ગત તા. ૨૮ એપ્રિલના રોજ ફરિયાદીના સગા ભાઈ અરવિંદ ઠાકરશીભાઈ (ઉ.વ.૨૫) વાળાને અરટીગા કારર જીજે ૦૩ પીજે ૭૧૦૫ ના ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અકસ્માત સર્જી કાર ચાલક નાસી ગયો હતો હળવદ પોલીસે ફરિયાદ નોંધી અલગ અલગ ટીમો બનાવી તપાસ ચલાવી હતી અને કાર ચાલક બીપીન મલાભાઇ રાઠોડ રહે લીલાપર તા. મોરબી વાળાને ઝડપી લીધો હતો

 

જેની પૂછપરછ કરતા આરોપીની કાર નંબર જીજે ૩૬ એએક્સ ૮૫૦૮ વાલીના હપ્તા ચડી ગયા હતા અને રીકવરી એજન્ટ ગાડી પરત ના લઇ જાય તેથી પોતાની કારમાં ખોટી નંબર પ્લેટ લગાડી હતી બનાવમાં આરોપી બીપીન રાઠોડે ખોટી નંબર પ્લેટ લગાવતા આરોપી વિરુદ્ધ અલગથી ગુનો નોંધી પોલીસે તપાસ ચલાવી છે અને આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે આરોપીનો ગુનાહિત ઈતિહાસ પણ ખુલ્યો છે આરોપી વિરુદ્ધ હળવદ, મોરબી અને વાંકાનેર પોલીસ મથકમાં એમવી એક્ટ, પ્રોહીબીશન સહિતના ત્રણ ગુના નોંધાઈ ચુક્યા છે

 

Leave A Reply

Your email address will not be published.