મોરબીના ડો. હાર્દિક જેસ્વાણીની NIMA ગુજરાત ના સહમંત્રી તરીકે નિમણૂંક

 

મોરબીના ડો. હાર્દિક જેસ્વાણીની NIMA ગુજરાત ના સહમંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી છે અને ડો. હાર્દિકે સમગ્ર મોરબી પંથકને ગૌરવ અપાવ્યું છે ડો. હાર્દિક જેસ્વાણી હાલ સેન્ટ્રલ કાઉન્સિલના મેમ્બર તરીકે સેવા આપી રહયા છે.

 

ડો. હાર્દિક જેસ્વાણી અગાઉ N.I.M.A. ગુજરાત સ્ટેટ કાઉન્સિલના એક્ઝીક્યુટીવ મેમ્બર અને N.I.M.A. મોરબી જિલ્લાના પ્રથમ પ્રમુખ રહી ચૂક્યા છે. તેમના પ્રમુખ તરીકેના ગૌરવશાળી કાર્યકાળ માં મોરબી જીલ્લામાં 1500 થી વધુ સેવાકીય કેમ્પસનું આયોજન કરી ચૂકેલ છે. તેમની N.I.M.A., ગુજરાત રાજ્યનાં સહમંત્રી તરીકે નિમણુંક થતા મોરબી જિલ્લા માટે એક ગૌરવની બાબત હોય, તેમના મિત્ર સંબંધીઓ તરફથી શુભેચ્છાઓ અને હર્ષની લાગણી વ્યક્ત થઈ રહી છે.

 

Leave A Reply

Your email address will not be published.