



દીપાવલી પર્વ નિમિતે કર્મચારીઓ તહેવારોની ઉજવણી હર્ષોલ્લાસ સાથે ધામધુમથી કરી સકે તેવા હેતુથી મોરબી મહાપાલિકાના રોજમદાર કર્મચારીઓ તેમજ વર્ગ ૪ ના કાયમી કર્મચારીઓને દિવાળી બોનસ આપવાની જાહેરાત કરવામાં આવી છે
મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં કર્મચારીઓને દિવાળી બોનસ આપવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો બેઠકમાં મહાપાલિકાના વર્ગ ૪ ના ૪૪ કાયમી કર્મચારીઓને રૂ ૭૦૦૦ સુધીનું દિવાળી બોનસ તેમજ મહાપાલિકાના ૪૭૨ રોજમદાર કર્મચારીઓને રૂ ૧૩,૦૦૦ થી ૧૫,૦૦૦ સુધીનું બોનસ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે જે બોનસની રકમ દિવાળી પર્વે પૂર્વે જ તાત્કાલિક ચૂકવી દેવામાં આવશે તેમ પણ સત્તાવાર સુત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ છે
