હિન્દુ ધર્મજાગૃતિનો દિવ્ય અમે  પ્રેરક કાર્યક્રમ: પંચાસર રોડ પર યોજાયું હિન્દૂ સંમેલન

 

મોરબી શહેરના ચિત્રકૂટ ઉપનગરની રાજનગર વસ્તીમાં આવેલા પંચાસર રોડ વિસ્તારમાં તા. 31/01/2026 (શનિવાર) ના રોજ ભવ્ય હિન્દૂ સંમેલનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજે 1700 જેટલા હિન્દૂ ભાઈઓ અને બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને રાષ્ટ્રભાવનાનો માહોલ સર્જાયો હતો.

 

આ હિન્દૂ સંમેલનનો મુખ્ય હેતુ જનમાનસમાં રાષ્ટ્રભાવના પ્રબળ બનાવવાનો અને હિન્દુત્વ જાગૃત કરવાનો હતો. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે નકલંક ધામ, બગથળા ના મહંત પૂજ્ય દામજી ભગત ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાની આગવી વક્તૃત્વ શૈલીમાં ધાર્મિક જાગૃતિ, સંસ્કૃતિ સંરક્ષણ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો, જેને શ્રોતાઓએ ખૂબ જ ઉષ્માભેર સ્વીકાર્યો હતો. તે ઉપરાંત વિજયભાઈ રાવલ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે ચાલી રહેલા “પંચ પરિવર્તન” વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટેના મુદ્દાઓ રજૂ કરાયા હતા.

 

આ કાર્યક્રમ દરમિયાન જીનિયસ એકેડમીના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી, જેણે સૌનું મન મોહી લીધું હતું. આ ભવ્ય સંમેલનને સફળ બનાવવા માટે આસપાસના વિસ્તારોમાંથી ઉપસ્થિત સમગ્ર હિન્દૂ સમાજ તથા હિન્દૂ સંમેલન સમિતિ, પંચાસર રોડ – મોરબી ના કાર્યકરોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.

 

સમગ્ર કાર્યક્રમનું સંચાલન પોતાની આગવી અને પ્રભાવશાળી ભાષા શૈલીમાં જીનિયસ એકેડમીના સુભાષભાઈ ઘેટીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ રીતે પંચાસર રોડ પર યોજાયેલ હિન્દૂ સંમેલન ધાર્મિક જાગૃતિ, સામાજિક એકતા અને રાષ્ટ્રીય ચેતનાનો સશક્ત સંદેશ આપતું યાદગાર બની રહ્યું હતું.

 

Leave A Reply

Your email address will not be published.