મોરબીના જાંબુડિયા ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબી તાલુકા પોલીસની ટીમે જાંબુડિયા ગામે જાહેરમાં જુગાર રમી રહેલા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે કરવામાં આવેલી આ રેઈડ દરમિયાન પોલીસે ગંજીપાના અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે તેમને મળેલી ચોક્કસ બાતમીના આધારે જાંબુડિયા ગામે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન જાહેર સ્થળે તીન-પત્તીનો જુગાર રમતા નિલેશ દિનેશભાઈ, કેતન મુકેશભાઈ સીરોહીયા અને અજય માણેકલાલ ત્રિવેદી પકડાઈ ગયા હતા. પોલીસે આ શખ્સો પાસેથી રોકડા રૂ. ૧૪,૭૦૦ તથા જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

Leave A Reply

Your email address will not be published.