પીપળીયા ચાર રસ્તાથી આમરણ જોડીયા જામનગર નવા રેલવે ટ્રેક મામલે રજૂઆત


પીપળીયા ચાર રસ્તાથી આમરણ જોડીયા જામનગર નવા રેલવે ટ્રેક થાય તો જામનગરથી કચ્છ તરફથી રેલગાડીને કામ માટે ફાયદો થાય તેમ છે. આમરણ અને જોડિયા વિસ્તારને રેલવેની સુવિધાનો લાભ મળે. રેલવે નેટવર્કથી ભારતની સાથે જોડાઈ જાય.
હાલના સમયમાં જામનગરથી કચ્છ તરફ જતી માલગાડીને જામનગરથી રાજકોટ રાજકોટથી વાંકાનેર અને વાંકાનેરથી મોરબી તેમજ પીપળીયા ચાર રસ્તા આવે છે જો પીપળીયા ચાર રસ્તાથી જામનગરનો નવો રેલવે ટ્રેક થાય તો સમય અને ખર્ચ બચી સકે છે દેશ સ્વતંત્ર થયો ત્યારે પીપળીયા ચાર રસ્તાથી જામનગર રેલવે પાટા નાખવાનું વિચાર્યું હતું આપણા પાડોશી દેશ પાકિસ્તાન સાથે વણસેલા સંબંધોને ધ્યાનમાં લઈને વિચાર્યું હતું મમતા બેનર્જી જ્યારે રેલવે પ્રધાન હતા ત્યારે તે વખતે સર્વેક્ષણ પણ થયું હતું ત્યાર પછી કોઇને કોઇ કારણથી આ પ્રોજેક્ટની આગળ કાર્યવાહી થઇ નથી.
આ ઉપરાંત મોરબીને ઓખા અને હાપાથી ઉપડતી લાંબા અંતરની પેસેન્જર ટ્રેનોમાથી અમુક ટ્રેન ગુજરાત બહારના રાજ્યોના માણસોને સિરામિક ઉદ્યોગ ઉપરાંત અન્ય બીજા ઉદ્યોગોમાં કામ ધંધો કરે છે તેને પણ લાભ થાય તેમ છે. અત્યારે જામનગરથી પીપળીયા ચાર રસ્તા સુધી રેલવેને પહોંચતાં લગભગ ૧૭૦ કિલોમીટરનું અંતર કાપવું પડે છે. જામનગરથી રાજકોટના ૯૦ કિલોમીટર, રાજકોટથી વાંકાનેર ૩૦ કિલોમીટર અને વાંકાનેરથી મોરબી ૩૦ કિલોમીટર થઈને મોરબીથી પીપળીયા ચાર રસ્તા ૨૦ કિલોમીટરનુ અંતર કાપવું પડે છે. જ્યારે પીપળીયા ચાર રસ્તા આમરણ અને જોડિયા જામનગરનો નવો રેલવે ટ્રેક ન ખાય તો અંદાજે ૬૦ થી ૭૦ કિલોમીટર નું અંતર ઓછું થઇ જાય તેમ છે.

