હળવદ નજીકથી ક્રુરતાપૂર્વક અબોલ જીવને બાંધીને લઇ જતા બે ઈસમો વિરુદ્ધ ગુનો

 

હળવદ નજીકથી બોલેરો પીકઅપમાં ચાર અબોલ જીવને ક્રુરતાપૂર્વક બંધીને ગેરકાયદે હેરાફેરી કરનાર બે ઈસમો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી છે

 

હળવદ ભવાનીનગર ઢોરોના રહેવાસી મનોજભાઈ ઉર્ફે મુનો ગાંડુભાઈ ઝીન્ઝુંવાડિયાએ આરોપીઓ ઓસમાણ સફીમામદ જત અને સલમ ખુદાના જત રહે બંને નાના સરાડા ભુજ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ પોતાની બોલેરો પીકઅપ જીજે ૩૬ એક્સ ૯૩૨૬ ના ઠાઠામાં કોઈપણ આધાર કે પ્રમાણપત્ર વગર હલનચલન ન કરી સકતે તેવી રીતે ટૂંકા દોરડાથી ચાર ભેંસ બાંધ્યા હતા તેમજ ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કર્યા વિના પરિવહન કરતા મળી આવ્યા હતા પોલીસે મુદામાલ કબજે લઈને આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.