

જાલીડા ગામના પાટિયા નજીક ડબલ સવારી બાઈકની ટક્કર ઇકો કાર સાથે થઇ હતી જે અકસ્માતમાં બાઈક સવાર દંપતીને ઈજા પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ટંકારા તાલુકાના ટોળ ગામના રહેવાસી ફૈજુરઅલી મામદ ગઢવાળા (ઉ.વ.૪૨) ઇકો જીજે ૦૩ ઈએલ ૧૦૭૫ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈ નીજામુદીન અને ભાભી નસીમબેન બંને જીજે ૩૬ કયું ૨૯૮૧ લઈને ભલગામ પ્રસંગે જવા નીકળ્યા હતા અને જાલીડા ગામના પાટિયા પાસે ઇકો કારના ચાલકે પુરઝડપે ચલાવી બાઈકને ટક્કર મારી હતી જે અકસ્માતમાં બાઈક ચાલક ફરિયાદીના ભાઈ નીજામુદીનને પગમાં અને કપાળના ભાગે ઈજા તેમજ ભાભી નસીમબેનને પગમાં અને પેટની ડાબી બાજુ ઈજા પહોંચી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે