

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
કોરોના મહામારીને પગલે લોકડાઉન છે ત્યારે વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે તેવા હેતુથી ઘરે બેઠા વિદ્યાર્થીઓને ઓનલાઈન ફ્રી શિક્ષણ આપવાની વ્યવસ્થા દાદુ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે
દાદુ સાયન્સ લેબ દ્વારા ગુજરાતીમાં ફ્રી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે છે જેમાં ધોરણ ૬ થી ૮ ના વિજ્ઞાનના બધા જ પ્રયોગોનું શિક્ષણ અપાય છે આ ઓનલાઈન શિક્ષણને સફળ બનાવવા શ્રી વીરપર પ્રાથમિક શાળાના આચાર્ય પારધી, મહેશભાઈ ચાવડા, સોનલ ચૌહાણ, ટેકનોસ્ટાર, શ્રી માધવ ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ અને માં ફાઉન્ડેશન સહિતની સંસ્થા અને અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે
દાદુ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ઓનલાઈન વિજ્ઞાનના પ્રયોગોના શિક્ષણનો લાભ લેવા રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે તેમ સંસ્થા ઉપપ્રમુખ કુલદીપ ચાવડાની યાદીમાં જણાવ્યું છે