વિસીપરા વિસ્તારમાંથી છ ટ્રેક્ટરની બેટરીની ચોરીની ફરિયાદ

 

વિસીપરા વિસ્તારમાં અજાણ્યો ચોર ઇસમ અલગ અલગ ટ્રેક્ટરોની છ નંગ બેટરી કીમત રૂ ૪૨ હજારની ચોરી કરી ગયો હતો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

 

મોરબીના વિસીપરા વિજયનગર શેરી નં ૧ માં રહેતા ધર્મેશભાઈ દેવજીભાઈ ઉર્ફે સુખાભાઈ મકવાણા (ઉ.વ.૩૬) વાળાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૨ ના રાત્રીના સાડા અગિયારથી તા. ૧૩ ના સવારના આઠ વાગ્યા દરમિયાન વિસીપરા રોહીદાસપરા પાછળ વિજયનગર વિસ્તારમાં ફરિયાદી તેમજ આસપાસમાં રહેતા અન્ય લોકોના મળીને કુલ અલગ અલગ ટ્રેક્ટરની બેટરી નંગ ૦૬ કીમત રૂ ૪૨,૦૦૦ ની અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.