વીરપુરમાં ઇન્ચાર્જ સબ પોસ્ટ માસ્તરે ૧૨.૬૫ લાખની ઉચાપત કર્યાની ફરિયાદ


વીરપુર પોસ્ટ ઓફીસના સબ પોસ્ટ માસ્તરે વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૩ દરમીયાન ગ્રાહકો પાસેથી પૈસા લઈને તેના ખાતામાં જમા નહિ કરાવી પાસબૂકમાં ખોટી એન્ટ્રી કરી ૧૨.૬૫ લાખના સરકારી નાણાની ઉચાપત કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
ગોંડલ રહેતા નિલય મહેશકુમાર પરમાર સબ ડીવીઝનલ ઇન્સ્પેકટર (પોસ્ટ ડીપાર્ટમેન્ટ) માં ફરજ બજાવતા હોય જેને આરોપી વિશાલ વિજય ગોંડલીયા રહે મૂળ ગોંડલ વાળા વિરુદ્ધ આઈપીસી કલમ ૪૦૯,૪૨૦,૪૬૫,૪૬૮ અને ૪૭૧ મુજબ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી વિશાલ ગોંડલીયા તારીખ ૨૭-૦૫-૨૨ થી તા. ૧૭-૦૮-૨૩ દરમિયાન વીરપુર પોસ્ટ ઓફિસમાં ઇન્ચાર્જ સબ પોસ્ટ માસ્તર તરીકે સરકારી ફરજમાં હોય અને ત્યારે તેને ગ્રાહકો તરફથી પોસ્ટ ઓફિસમાં ટાઈમ ડીપોઝીટ અને કિશાન વિકાસ પત્ર ખાતા ખોલવા માટે પૈસા જમા કરવામાં આવતા હોય જે પૈસા અરજદારના ખાતામાં જમા કર્યા ના હતા
અને આરોપી વિશાલે નાણા પોતાની પાસે રાખી અરજદારના ખાતા નહિ ખોલી તેમજ પોસ્ટ ઓફિસની પાસબૂક ગ્રાહકોને બીજાના નામની પોસ્ટ ઓફિસની પાસબુકો આપી પૈસા જમા કરાવ્યા અંગેની ખોટી એન્ટ્રી કરી પોસ્ટ ઓફીસના હિસાબમાં જમા ના કરાવી ખાતા ધારકના ખાતામાંથી તેની જાણ બહાર કુલ રૂ ૧૨,૬૫,૦૦૦ ની ઉચાપત કરી હતી વીરપુર પોલીસ સ્ટેશને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે

