સોશ્યલ મીડિયામાં ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ કરી કોમી વૈમનસ્ય ફેલાય તેવું કૃત્ય કરનાર બે વિરુદ્ધ ફરિયાદ

 

સોશ્યલ મીડિયાના સદુપયોગ કરતા દુરુપયોગ વધુ થતો હોય તેમ લાગી રહ્યું છે ઇન્ટરનેટના માધ્યમથી અનેક નવી વસ્તુઓ શીખી સકાય છે જોકે સોશ્યલ મીડિયાના વધુ ઉપયોગ ચોર, ગઠિયાઓ કરી રહયા છે તેમજ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી ધાર્મિક ટીકા ટીપ્પણી કરવામાં આવતી હોય છે જે એક પોસ્ટ ક્યારેક બે ધર્મ વચ્ચે ઝઘડાનું કારણ બની જતું હોય છે આવી જ એક ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ કરનાર બે ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે

મોરબીના બોરીચાવાસ લીલાપર રોડના રહેવાસી કમલેશભાઈ ભગવાનભાઈ રૂંજાએ ઈન્સ્ટાગ્રામ આઈડી sp-samir-47 વાળો અજાણ્યો ઇસમ અને ઈન્સ્ટાગ્રામ આઈડી s4hidz વાળો અજાણ્યો ઇસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે બંને આરોપીઓએ ધર્મની લાગણી દુભાય તેવી રીતે મોબાઈલમાં રહેલા ઈન્સ્ટાગ્રામમાંથી કોમેન્ટ ગાળો લખીને બે ધર્મના લોકો વચ્ચે સુલેહભંગ થાય અને ધિક્કારની લાગણી ફેલાય તેવી કોમેન્ટ કરી હતી મોરબી એ ડીવીઝન પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.