શ્રી વૈજનાથ મહાદેવ મંદિર હળવદ ખાતે નિઃશુલ્ક કોરોના રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ…

આગામી દિવસો માં પણ સવારે દસ થી સાંજે પાંચ સુધી નિયમિત રીતે આ કાર્યક્રમ ચાલુ રહેશે

શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ અને આરોગ્ય વિભાગ ના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ નું આયોજન હળવદ ના નગરજનો નિઃશુલ્ક કોરોના પ્રતોરોધક રસી લેવા અનુરોધ

હળવદ મધ્યે આવેલ શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ના પરિસર માં શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ અને આરોગ્ય વિભાગ ના સંયુક્ત ઉપક્રમે આજરોજ નિઃશુલ્ક કોરોના પ્રતિરોધક રસીકરણ કાર્યક્રમ યોજાયો જેમાં હળવદ ના 45 વર્ષ થી ઉપર ના વ્યક્તિઓ ને નિઃશુલ્ક રસી આપવામાં આવી હતી જેમાં શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ પ્રવીણભાઈ દેરાશ્રી એ કોરોના વેકસીન લેવાની શુભ શરુયાત કરી હતી

આ કાર્યક્રમ માં સામાજિક રાજકીય આગેવાનો ના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી શુભારંભ કર્યો હતો અને આ કાર્યક્રમ માં 45 વર્ષ થી ઉપર ના હળવદ ના નગરજનો એ ઉત્સાભેર જોડાઈ કોરોના પ્રતિરોધક રસી લીધી હતી આ કાર્યક્રમ માં ધારાસભ્ય શ્રી પરસોતમભાઈ સાબરીયા , ભાજપ અગ્રણી બીપીનભાઈ દવે , જિલ્લા ભજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી , શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે , અજયભાઈ રાવલ , રમેશભાઈ ભગત , શ્રી વૈજનાથ મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ પ્રવીણભાઈ દેરાશ્રી, ટ્રસ્ટી દીપકભાઈ રાવલ , પીયૂસભાઈ દવે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.ભાવિનભાઈ ભટ્ટી , ડૉ કિશનભાઈ દેથરીયા હાજર રહ્યા હતા આ કાર્યક્રમ ની માહિતી લોકો ને મળી રહે તે માટે એનાઉન્સર રાજુભાઇ દવે એ બહોળી પ્રસિદ્ધિ કરી હતી અને આયોજકો એ આ કાર્યક્રમ માં આવનાર લાભાર્થીઓ ને આધાર કાર્ડ સાથે લાવવા માટે અને સરકારી ગાઈડલાઈન નું ચુસ્ત પણે પાલન કરવા અનુરોધ લાર્યો હતો

આ કાર્યક્રમ ને સફળ બનાવવા તપનભાઈ દવે , રવિભાઈ પટેલ , મેહુલભાઈ પટેલ , પ્રકાશભાઈ જોષી આરોગ્ય વિભાગ ના કર્મચારી દેવયનીબેન ભટ્ટ , ભૂમિબેન ચૌહાણ , અનિલભાઈ , ભગવાનજીભાઈ ડોડીયા સહિત યુવા કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી

Comments
Loading...
WhatsApp chat