હળવદ તાલુકાના ચરાડવા ગામે રસ્તામાં ઉકરડા નું દબાણ દૂર કરવા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

 

હળવદ તાલુકાના ચરાડવા ગામે જીકીયારી ગામે જવાનો રસ્તામાં સ્થાનિક લોકો દ્વારા ઉકરડા કરી નાખવામાં આવતા ખેડૂતોને માલ લઈ જવા લાવવામાં મુશ્કેલી થતી હોય આ બાબતે બે મહિના અગાઉ ગ્રામ પંચાયતે રજૂઆત કરી હતી અને ત્યારબાદ ગ્રામ પંચાયતે મામલતદારને રજૂઆત કરી હતી પરંતુ આજ દિન સુધી કોઈ પણ જાતનો નિવેડો ન આવતા ખેડૂતો અને આગેવાનોને સાથે રાખી આજે હળવદ મામલતદારને આ રસ્તો ખુલ્લો કરી આપવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

જણાવ્યું હતું કે અવારનવાર રજૂઆત થતા તંત્ર દ્વારા કોઈપણ જાતનો નિવેડો ન આવતા ખેડૂતોને પોતાની વાડીએ જવા માટે અને જ્યારે ખેતપેદાશ નીકળે ત્યારે પોતાનો માલ લાવવામાં મોટી તકલીફ હોય તાત્કાલિકના ધોરણે આ ઉકેળાનું દબાણ દૂર કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ ઉકરડા ની ગંદકીથી બાજુની ચૈતન્યનગર સોસાયટી અને બાજુમાં આવેલ સ્કૂલના બાળકોને પણ રોગચાળનો ખતરો હોય આ કામગીરી તાત્કાલિક ના ધોરણે દૂર કરવામાં આવે તેવી માંગ કરી હતી.

 

મયુર રાવલ હળવદ

 

Leave A Reply

Your email address will not be published.