



તારીખ 25/3/2026 ના રોજ મોરબી માં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજી ના જન્મ મહામહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી આ ઉત્સવમાં ભગવાન શ્રી રામ ચંદ્રજી ની મહાઆરતી અને વિવિધ ફ્રૂટ ના જ્યુસ અને ફૂલ વડે મોરબીના ભક્તો એ રામ દરબાર નો મહાભિષેક કર્યો.
આ ઉત્સવમાં વધુ આનંદ પ્રદાન કરવા વૃંદાવન થી પરમ પૂજ્ય શ્રીમાન ગુડાકેશ પ્રભુજી પધાર્યા હતા અને શ્રી રામ કથા નું બધા ને આસ્વાદન કરાવ્યું. ભગવાનના મહાહરીનામ સંકીર્તન સાથે આ ઉત્સવ ઉજવામાં આવ્યો અને લોકો ખુબ આનંદ પૂર્વક નાચ્યાં. નાના બાળકો દ્વારા ભગવાન ના ચિત્રો બનાવી ને ભગવાનને ઓફર કર્યા.
મોરબીથી અતુલ વિષ્ણુ દાસ દ્વારા સર્વે ને અપીલ કરવામાં આવી કે સર્વે મોરબીની જનતા એ ભગવાનના ઉત્સવોમાં ભાગ લેવો જોઈએ અને ટૂંક સમય માં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા ઉત્સવ આવી રહ્યો છે તો આ વર્ષે મોરબીના આસપાસના ગામડાઓમાં પણ જગન્નાથજી નો રથયાત્રા ઉત્સવ ઉજવાશે. તો સર્વે લોકો પોતાનો સાથ સહયોગ આપી ભગવાના ઉત્સવોમાં વધુ આનંદનો ઉમેરો કરે