

મોરબીમાં અનુસૂચિત જાતિના યુવાનને પગાર આપવાને બદલે માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હોય જે બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે મુખ્ય આરોપી સહિતના કુલ 7 ને ઝડપી લેવામાં આવ્યા હતા જેમાંથી એક આરોપીને જામીન મંજુર થયા છે જયારે છ આરોપીઓ હાલ જેલમાં જે આરોપીઓએ જામીન અરજી કરી હતી જે કોર્ટે આજે નાં મંજુર કરી છે
`મોરબીની રવાપર ચોકડીએ યુવાનને પગાર આપવાને બદલે માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાયો હોય જે બનાવને પગલે એ ડીવીઝન પોલીસે અજાણ્યા સહિતના આરોપીઓ વિરુદ્ધ મારામારી, એટ્રોસિટી અને લૂંટની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ ચલાવી હતી અને આરોપીઓની આગોતરા જામીન અરજી કોર્ટે રદ કરી હતી ત્યારે બાદ આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત સુધીરભાઈ ભગલાણી, ક્રીશ મેરજા, ડી.ડી.રબારી અને પ્રિત વડસોલાની પોલીસે ધરપકડ કરી હતી જે કેસમાં ડી.ડી.રબારી જામીન અરજી અગાઉ મંજુર થઈ હતી તો અન્ય છ આરોપીઓએ મોરબી કોર્ટે માં જામીન અરજી મુકી હતી જેમાં કોર્ટે દ્વારા આ જામીન અરજી ના મંજુર કરવામાં આવી છે


