મોરબી શહેર ભાજપ દ્વારા સશક્તિકરણ અભિયાનની કામગીરી બદલ વોર્ડ કાર્યકરોનું સન્માન કર્યું

મોરબી શહેર ભાજપ દ્વારા બુથ સશક્તિકરણ અભિયાનની ૧૦૦ ટકા કામગીરી કરવા બદલ દરેક વોર્ડના કાર્યકરોને સન્માનિત કરવામાં આવ્યા હતા

જે કાર્યકર્મમાં મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રી રીશિપભાઈ કૈલા, મહામંત્રી ભાવેશભાઈ કણઝરીયા તેમની પૂરી ટીમ દ્વારા દરેક વોર્ડના કાર્યકર્તાઓને શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સન્માન સમારોહમાં મોરબી 65 ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી શહેર પ્રભારી પ્રજ્ઞેશભાઈ પટેલ, પ્રદેશના નેતા પ્રદીપભાઈ વાળા, જિલ્લાના ઉપપ્રમુખ જયુભા જાડેજા ,કાજલબેન જિલ્લાના મંત્રી નીરજભાઈ , આનંદભાઈ, ક્રિષ્નાબેન, હિનાબા જાડેજા રોહિતભાઈ, સિનિયર આગેવાનો અનિલભાઈ મહેતા,જ્યોતિષી જાડેજા, આપાભાઈ કુંભારવાડીયા,ગીરીશભાઈ ઘેલાણી,મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અનોપસિંહ જાડેજા, દેવાભાઈ અવાડીયા, લલીતભાઈ કામરીયા, જિલ્લા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા, યુવા પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, પુર્વ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા,ઉપસ્થિત રહ્યા હતા

તેમજ જિલ્લાના હોદ્દેદારો મોરબી શહેર સંગઠન ભાજપ પરિવાર દરેક વોર્ડના પૂર્વ કાઉન્સિલરઓ કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી

સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા મોરબી શહેર પ્રમુખ અને એમની પૂરી ટીમને ટેલીફોન શુભેચ્છા પાઠવી તો ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેસ મેરજા ગુજરાત ગૌરવ યાત્રાના પ્રવાસ માં હોવાથી એમને પણ મોરબી શહેર અને તેમની પૂરી ટીમને શુભેચ્છા પાઠવી અને અભિનંદન પાઠવ્યા.

મોરબી જિલ્લા પ્રમુખ રણછોડભાઈ દલવાડી અને ત્રણેય મહામંત્રી કે એસ અમૃતિયા, જેઠાભાઈ મિયાત્રા, બુથ સશક્તિકરણના ઇન્ચાર્જ નરેન્દ્રસિંહ ઝાલા એ પણ મોરબી શહેરની ટીમને ખુબ ખુબ શુભેચ્છા પાઠવી.

ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને સમયે પ્રદેશ અને જિલ્લાના આગેવાનોએ તેમના વક્તવ્ય માં કાર્યકર્તાઓનો જોશ અને જુસ્સો પૂરો પાડ્યો અને મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયાએ 2024 માં ઐતિહાસિક જીત અપાવીશું તેઓ કાર્યકર્તાઓ ના વિશ્વાસે વિશ્વાસ આપ્યો…

Leave A Reply

Your email address will not be published.