હળવદ પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ લોક દરબાર કાર્યક્રમ યોજાયો

ટ્રાફિકની સમસ્યા, આવારા તત્વો નો ત્રાસ, રોમિયોગીરી,પોલીસ પોઈન્ટ,સીસીટીવી કેમેરા સહિતની સમસ્યાઓની રજૂઆત

હળવદ શહેરમાં આગામી સમયમાં સમગ્ર શહેરમાં સીસીટીવી લગાવવા માટે રજૂઆત

હળવદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ થતા ટ્રાફિક સમસ્યાની વિકટ પરિસ્થિતિ જોવા મળે છે છેલ્લા ઘણા સમયથી હળવદ શહેર અને તાલુકામાં કાયદો-વ્યવસ્થા કથળેલી હાલતમાં જોવા મળે છે, શહેરમાં છેલ્લા ઘણા સમયથી લુખા આવારા તત્વોનો ત્રાસ જોવા મળે છે દિન દહાડે ધોકા પાઇપ તિક્ષણ હથિયારો લઈને રોડ પર આવી મારામારીના બનાવો બન્યા હતા , એક બે નહીં પણ ત્રણેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જે હળવદ પોલીસ નો ધાક નો નુમોનો છે, હળવદના શરણેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ ગાડૅન પાસે પણ આવારા નવાર રોમિયો નો ત્રાસ જોવા મળે છે, શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે અનેક વાર લોક દરબારમાં રજૂઆત કરવા છતાં આજદિન સુધી ટ્રાફિક્ સમસ્યાનો નિરાકરણ આવ્યું નથી ત્યારે હળવદ વેપારીમાં મહા મંડળના પ્રમુખ એ રેલ્વે સ્ટેશન રોડ પર પોલીસ પોઈન્ટ મૂકો તેમજ ટ્રાફિક સમસ્યા હળવી કરાવવા અને મેન બજારમાં ટ્રાફિક પોઇન્ટ મૂકવો બ્રાહ્મણની ભોજન શાળા પાસે ટ્રાફિક સમસ્યા હલ કરાવી તેમજ સીસીટીવી કેમેરા મુકવાની રજૂઆત રજૂઆત કરી હતી. અન્ય આગેવાન દ્વારા બસ સ્ટેન્ડ રોડ પર પોલીસ પોઈન્ટ મુકવા રજુઆત કરી હતી જણાવ્યું હતું કે ત્યાં અવારનવાર આવારા તત્વો નો ત્રાસ છે બસ સ્ટેન્ડ હોવાથી મુસાફર આવતા જતા હોય છે, અનેકવાર રજૂઆત કરવા છતાં આજદીન સુધી નિરાકરણ કરવામાં આવ્યું નથી તો તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા આવે તે માટે રજૂઆત કરી હતી.
સાથે સાથે અન્ય શહેરીજનો દ્વારા આરપીપી સ્કુલ, નાલંદા વિદ્યાલય તમેજ અન્ય જગ્યાએ આવારા તત્વો અને રોમિયો નો ત્રાસ હળવો કરાવો તેમજ મેઈન બજારમાં પોલીસ પોઈન્ટ મુકવા તેમજ રેલવે સ્ટેશન રોડ અને બ્રાહ્મણની ભોજન શાળા પાસે ટ્રાફિક સમસ્યા હલ કરવા રજૂઆત કરી હતી. સ્ટેશન રોડ વિસ્તારમાં અવારનવાર દારડીયાઓ નો ત્રાસ જોવા મળે છે,જેવી અનેક સમસ્યાઓનો રજૂઆતો કરવામાં આવી હતી.

હળવદમાં છેલ્લા ઘણા સમયથી ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયા હોય તેની તપાસ કરવામાં આવે તો પંથકમાં થયેલા હત્યા ચોરી લૂંટફાટ મોટાભાગના ગુનાઓના અનડીટેક જોવા છે જે હળવદ પોલીસ સ્ટેશનની સ્થિતિ ધાકનો નમૂનો છે. હળવદ શહેરમાં સરા નાકા અને સરા ચોકડી પાસે અવાર-નવાર ટ્રાફીક સમસ્યાઓ સર્જાય છે છકડાઓ.રીક્ષાઓ.અને પ્રાઇવેટ વાહન ટ્રાફિક સજૅ છે છતાં પોલીસ માત્ર ને માત્ર મુકપ્રેક્ષક બની નજારો જોઇ રહી છે?,ટ્રાફીક દૂર કરવામાં કોઇ રસ નથી? એવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે અવારનવાર યોજાયેલા લોક દરબારમાં પણ અથૅહીન પુરવાર થાય છે. ત્યારે વહેલી તકે અહીં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુધારી ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં આવે તેવી શહેરીજનોમાં માગણી ઉઠવા પામી હતી.

આ લોકો દરબાર વાંકાનેર ડીવાયએસપી સમીર સારડા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો હળવદ પીઆઈ, પીએસઆઇ,તેમજ હળવદ શહેરના સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, વેપારી મહામંડળના પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ,સહિતન આગેવાનો શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા

ટ્રાફિક સમસ્યાથી તોબા તોબા પોકારી જતા લોકો, અનેકવાર લોક દરબારમાં રજૂઆત કરવા છતાં સમસ્યા ઠેર અને ઠેર

ખાળે ડુચ્ચા દરવાજા મોકળા યુક્તિ સાથૅક કરતી હળવદ પોલીસ,હળવદ ટ્રાફિક પોલીસ દ્વારા કાળાકાચ,મોબાઈલ માં વાત કરતા ચાલક અથવા નંબર પ્લેટ વગરના વાહન ચાલકોને મેમો આપી પોતાની બાહાદુરી બતાવી રહ્યા છે,જ્યારે સારા ચોકડી પોલીસ ચોકી ની બાજુમાંથી જ ઓવરલોડ ગેરકાયદેસર ડમ્પરો તથા ટ્રેક્ટરો સફેદ માટી ના ડમ્પરો ખુલ્લેઆમ નીકળી રહ્યા છે. જેને કોઈપણ જાતનો દંડ કરવામાં આવતો નથી,

ટ્રાફિક સમસ્યા બાબતે અનેકવાર હળવદ વેપારીમાં મંડળ તેમજ અન્ય આગેવાનો દ્વારા લોક દરબારમાં રજૂઆત કરવામાં આવી છે છતાં પણ ટ્રાફીકની સમસ્યામ ઠેર ઠેર જોવા મળી રહી છે,

મયુર રાવલ હળવદ

Leave A Reply

Your email address will not be published.