નંદીઘર એજન્સીનો કોન્ટ્રાકટ રદ કરવાના નિર્ણય વચ્ચે દરરોજ અબોલ જીવોના મોત મામલે ગૌરક્ષકો મેદાને

 

મોરબીના નંદીઘરમાં રાખવામાં આવેલ ગૌવંશના પ્રતિદિન મૃત્યુ થઇ રહ્યા છે ગઈકાલે મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નંદીઘરમાં વર્તમાન એજન્સીનો કોન્ટ્રાકટ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જોકે તંત્રના ખોખલા વચનોમાં ગૌરક્ષકોને વિશ્વાસ ના હોય તેમ ગૌરક્ષકો દ્વારા અબોલ જીવના મૃત્યુ રોકવા માંગ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શનની ચેતવણી આપવામાં આવી છે

 

મોરબીના ગૌરક્ષકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે મહાનગરપાલિકા સંચાલિત નંદીઘરમાં યોગ્ય સંભાળ અને પૂરતા ઘાસચારાના અભાવે અનેક નિર્દોષ ગૌવંશ મૃત્યુના કગાર પર પહોંચી ગયા છે પ્રતિદિન અંદાજે ૨ થી ૪ ગૌવંશના મોત થઇ રહ્યાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે હાલ ચોમાસાની ઋતુ શરુ થઇ રહી છે જો સમયસર યોગ્ય વ્યવસ્થા કરવામાં નહિ આવે તો વધુ ગૌવંશના જીવ જોખમમાં મુકાઈ સકે છે ગૌરક્ષકે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે એક નંદીને દૈનિક અંદાજે ૩૦ કિલો ઘાસચારો મળવો જોઈએ પરંતુ માત્ર ૧૮ થી ૨૦ કિલો આપવામાં આવી રહ્યો હોવાની માહિતી છે

 

જેથી તમામ નંદીઓને પુરતો ઘાસચારો અને સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે, યોગ્ય તબીબી સારવાર અને નિયમિત દેખરેખની વ્યવસ્થા કરવામાં આવે સમગ્ર વ્યવસ્થાની તાત્કાલિક તપાસ કરીને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે અન્યથા સમસ્યાનો તાત્કાલિક અને અસરકારક ઉકેલ લાવવામાં નહિ આવે તો ગૌરક્ષક મોરબી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે

Leave A Reply

Your email address will not be published.