

મોરબીના ટીંબડી ગામના પાટિયા નજીક પૈસાની લેતીદેતી મામલે સમાધાન કરી લેવા બાબત જાનથી મારી નાખવાની ધમકી આપી કાર પર છુટા પથ્થરના ઘા કરી ઈજા પહોંચાડી, યુવાનને ધારિયા વડે ઈજા કરી હતી અને પિતા વચ્ચે છોડાવવા પડતા ધારિયાના ઘા કપાળના ભાગે મારી ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું મોરબી તાલુકા પોલીસે સાત ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે
મોરબીના જૂની ટીંબડી ગામના રહેવાસી જીગ્નેશભાઈ ખોડાભાઈ મુલાડીયા (ઉ.વ.૩૭) વાળાએ આરોપીઓ ભાવેશ પરષોતમ બારૈયા, હિતેશ ઘનશ્યામ જંજવાડિયા, સુરેશભાઈ, વિનોદ પરષોતમ બારૈયા, ભરત પરષોતમબહિ બારૈયા, દશરથ પરષોતમ બારૈયા અને હિરેન ઘનશ્યામ જંજવાડિયા એમ સાત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા ૧ ના રોજ સાડા સાતેક વાગ્યે ફરિયાદી અને કૌટુંબિક મામાનો દીકરો અનીલ બારૈયા, મિત્ર જીવણ રમેશ ધંધુકીયા ત્રણેય ટીંબડી પાટિયા તરફ જવા નીકળ્યા ત્યારે રવિભાઈ વીંઝવાડિયા, અલ્પેશ ઝીન્ઝરીયા બંને રવિભાઈને નેક્સન કાર લઈને રસ્તામાં મળ્યા જેથી ગાડીમાં બેસાડી દીધા હતા ગાડીમાં વાત કરી કે હિરેનને તમારા મામાના દીકરા અનિલભાઈ સાથે અગાઉના ટ્રકની ભાગીદારીના પૈસાની લેતીદેતી બાબતે સમાધાન કરવા આવેલ છે તેની સાથે ગામના વિનોદભાઈ, ભરતભાઈ, ભાવેશભાઈ અને દશરથભાઈ તેમજ હિતેશભાઈ અને સુરેશભાઈ બધા સ્કોર્પીઓ કાર અને સ્વીફ્ટ કારમાં ટીંબડી ગામ તરફ ઉભા છે
ફરિયાદી સહિતના પાંચેય નેકસન કારમાં બેસી ટીંબડી પાટિયા તરફ જતા હતા ત્યારે એક સ્વીફ્ટ કાર અમારી કાર આગળ ઉભી રાખી જેમાંથી હિતેશ અને ભાવેશ નીચે ઉતરી ભાવેશ કહેવા લાગ્યો તારા મામાના દીકરા અનિલને કહેજે પૈસાની લેતીદેતી મામલે હિરેન સાથે સમાધાન કરી લે જેથી ફરિયાદીએ તેને કહ્યું કે તમે તમારી રીતે સમાધાન કરી લો, હું વચ્ચે નથી કહેતા ભાવેશ ઉશ્કેરાઈ જઈને ગાળો બોલી ઝપાઝપી કરી હતી અને ઢીકા પાટું માર માર્યો હતો ત્યારે સ્કોર્પીઓ કાર આવી જેમાં ભરત, દશરથ અને વિનોદ સહિતના ધારિયા અને ધોકા સાથે તૂટી પડ્યા હતા આરોપીઓએ પથ્થરો ઉઠાવી નેકસન કાર તરફ ફેંકતા કોઈ બહાર નીકળ્યું નથી ગાડીના કાચ તૂટતા રવિભાઈને નાકે ઈજા પહોંચી હતી
તેની નેકશન આર ચલાવી ટીંબડી તરફ ભાગ્ય હતા અને ફરિયાદી એકલો રહી ગયો હતો બંને કારમાંથી ઉતરેલા ઇસમોએ ધારિયા વડે ફરિયાદીને માર માર્યો હતો અને પિતા ખોડાભાઈ છોડાવવા વચ્ચે પડતા તેને કપાળના ભાગે એક ઘા ધારિયાનો મારી દીધો હતો અને બધા કહેતા હતા બંને બાપ દીકરાને મારી નાખવા છે ફરિયાદી અર્ધબેભાન થઇ જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો સારવાર બાદ જાણવા મળ્યું કે પિતાને કપાળમાં ગંભીર ઈજા પહોંચતા મોરબી હોસ્પીટલમ મોત થયું હતું આમ કૌટુંબિક મામાના દીકરા અનીલ બારૈયા, હિરેન અને અશોક તથા વિનોદ અગાઉ એક ટ્રક ભાગીદારીમાં ખરીદેલ જે ભાગીદારીમાંથી અનીલ છૂટો થયેલ હતો જે બાબતે પૈસાની લેતીદેતી મામલે મનદુઃખ ચાલતું હતું અને અનીલ ફરિયાદી સાથે રહેતો હોય જે પસંદ ના હોય જેથી આરોપીઓએ ધારિયા અને ધોકા લઈને આવી કાર પર છુટા પથ્થરના ઘા મારી ગાડીમાં તોડફોડ કરી ગાડીમાં બેસેલ રવિભાઈને નાકના ભાગે ઈજા કરી હતી અને પિતાને કપાળના ભાગે ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે